
જેમ્સ એન્ડરસને તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મેચમાં જ 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. 23 મે 2003ના રોજ લોર્ડ્સમાં ડેબ્યુ કરતાં તેણે કુલ 73 રનમાં ઝિમ્બાબ્વેના પાંચ બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

એન્ડરસન ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો બીજો બોલર છે. એન્ડરસન ખૂબ જ ઝડપથી ગુસ્સો કરે છે. 2010-11ની એશિઝ શ્રેણીમાં પર્થ ટેસ્ટ દરમિયાન મિશેલ જોન્સને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. બીજા જ બોલ પર, જિમીએ બેટિંગ ક્રિઝ પર હાજર જોન્સનના પાર્ટનર રેયાન હેરિસને ક્લીન બોલિંગ કરીને જવાબ આપ્યો.
Published On - 9:47 am, Mon, 5 February 24