
તમને જણાવી દઈએ કે ઈરફાન પઠાણ અને સફા બેગના લગ્ન વર્ષ 2016માં થયા હતા, સફા બેગ હૈદરાબાદની રહેવાસી છે અને એક મોડલ રહી ચૂકી છે. બંનેના લગ્ન મક્કામાં થયા હતા, હવે બંનેને બે બાળકો છે. ઇરફાન પઠાણ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ટીવી કોમેન્ટ્રી કરે છે અને તેની ઘણી રીલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે.

ઈરફાન પઠાણની ગણના ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે, તેના પછી ટીમ ઈન્ડિયાને લાંબા સમય સુધી ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ધમાલ મચાવી શકે એવો કોઈ ઝડપી બોલર ઓલરાઉન્ડર મળ્યો નથી.