
આઇપીએલ 2023માં અત્યાર સુધી 37 મેચ રમાઇ છે. આ સીઝનની અડધીથી વધુ મેચ રમાઇ ગઇ છે. આઇપીએલના 15 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી જે ખેલાડીઓએ 5000થી વધુ રન કર્યા છે તે ખાસ લિસ્ટ પર નજર કરીએ.

આઇપીએલમાં 5000થી વધુ રન બનાવવાની લિસ્ટમાં ટોચ પર આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી છે. કોહલીએ 231 મેચમાં 36.61 ની એવરેજથી 6957 રન બનાવ્યા છે. કોહલીએ 5 સદી ફટકારી છે.

બીજા સ્થાન પર પંજાબ કિંગ્સના અનુભવી બેટ્સમેન શિખર ધવનનું નામ છે. ધવને 2008થી શરૂઆત કરતા આઇપીએલમાં 210 મેચમાં 6477 રન કર્યા છે. ધવને 35.98 ની એવરેજ સાથે રન કર્યા છે અને બે સદી પણ ફટકારી છે.

ત્રીજા સ્થાન પર દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ડેવિડ વોર્નર છે. વોર્નરે આઇપીએલમાં 2009 થી અત્યાર સુધીમાં 169 મેચ રમી છે. વોર્નરે 169 ઇનિંગમાં 42.08 ની એવરેજથી 6187 રન કર્યા છે.

ચોથા સ્થાન પર મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા છે. શર્માએ આઇપીએલમાં 2008 થી અત્યાર સુધી 234 મેચ રમતા 229 ઇનિંગમાં 30.14ની એવરેજથી 6060 રન બનાવ્યા છે.

પાંચમાં સ્થાન પર પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાનો પણ નામ આવે છે. રૈનાએ આઇપીએલમાં 2008 થી 2021 વચ્ચે 205 મેચ રમી છે. રૈનાએ 200 ઇનિંગમાં 32.51 એવરેજથી 5528 રન કર્યા છે.

છઠ્ઠા સ્થાન પર દક્ષિણ આફ્રિકાનો પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સ છે. ડી વિલિયર્સે આઇપીએલમાં 2008 થી 2021 સુધીમાં 184 મેચ રમીને 170 ઇનિંગમાં 39.70 એવરેજથી 5162 રન બનાવ્યા છે.

ખાસ લિસ્ટમાં સાતમાં સ્થાન પર સીએસકેના કેપ્ટન એમએસ ધોનીનું નામ આવે છે. ધોનીએ આઇપીએલમાં 2008થી અત્યાર સુધી 241 મેચની 211 ઇનિંગમાં 39.36 ની એવરેજથી 5039 રન બનાવ્યા છે.