IPL Most Wickets: Lasith Malinga સૌથી વધારે વિકેટ લેનારો ખેલાડી, ધોનીની ટીમનો આ ખેલાડી તોડી શકે છે રેકોર્ડ

|

Mar 23, 2022 | 10:04 AM

1 / 6
IPL 2022 26 માર્ચથી શરૂ થઈ રહ્યું છે અને તે પહેલા કેટલાક એવા આંકડા છે જે દરેક ચાહક માટે જાણવું મહત્વપૂર્ણ છે. T20 ક્રિકેટમાં બેટ્સમેનોનું વર્ચસ્વ હોવા છતાં, બોલરો રમતને ફેરવવામાં માહિર છે. બોલિંગમાં કયા ખેલાડીએ IPLમાં પોતાની ઓળખ બનાવી? IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર કોણ છે? આગળ જાણો.

2 / 6
લસિથ મલિંગાએ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ 170 વિકેટ ઝડપી છે. મલિંગાએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, પરંતુ આ લીગમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. મલિંગાનો ઈકોનોમી રેટ માત્ર 7.14 રન પ્રતિ ઓવર હતો.

3 / 6
ડ્વેન બ્રાવો સૌથી વધુ વિકેટ લેવાના મામલે બીજા નંબર પર છે. બ્રાવોએ IPLમાં 167 વિકેટ લીધી છે. આ સિઝનમાં મલિંગાનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. તે મલિંગાથી માત્ર 3 વિકેટ દુર છે જે અંતર કંઇ ખાસ રહ્યુ નથી.

4 / 6
IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અમિત મિશ્રા ત્રીજા નંબર પર છે. મિશ્રાના નામે 154 મેચમાં 166 વિકેટ છે. મિશ્રાએ એક ઇનિંગમાં પાંચ વિકેટ પણ લીધી છે.

5 / 6
ચોથા નંબર પર પિયુષ ચાવલા છે, જેમના નામે 157 વિકેટ છે. ચાવલાએ 7.88ના ઈકોનોમી રેટથી રન ખર્ચ્યા છે.

6 / 6
હરભજન સિંહ આ યાદીમાં પાંચમાં ક્રમે છે, તેના નામ પર આઇપીએલમાં 150 વિકેટ છે, તેનો ઈકોનોમી રેટ 7.7 નો રહ્યો છે. જ્યારે તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 18 રન ખર્ચીને 5 વિકેટનુ રહ્યુ છે. આ ટોપ ટેન યાદીમાં છઠ્ઠા ક્રમે અશ્વિન 145, સુનિલ નરે 143, ભુવનેશ્વર કુમાર 142, યુઝવેન્દ્ર ચહલ 139 અને જસપ્રિત બુમરાહ 130 વિકેટ સાથે સામેલ છે.

Published On - 8:46 am, Tue, 22 March 22

Next Photo Gallery