IPL 2023: નામ બડે દર્શન છોટે, IPLના સૌથી મોંઘા ખેલાડીઓ જે ફ્રેન્ચાઈઝીને ભારે પડ્યા, જુઓ લિસ્ટ

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગમાં આ વર્ષે સૌથી મોંઘા વેચાયેલા ઘણા સ્ટાર ખેલાડીઓએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી ફેન્સ અને ફ્રેન્ચાઈઝીને નિરાશ કર્યા હતા. જેમાં IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી સેમ કરનથી લઈ કેએલ રાહુલ સહિતના મોટા નામ સામેલ છે. આ સ્ટાર ખેલાડીઓ પર કરોડોની બોલી લાગી છતાં સિઝનમાં કંઈ ખાસ કમાલ કરી શક્યા નહીં.

| Edited By: | Updated on: May 17, 2023 | 5:21 PM
4 / 6
સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને IPL 2023ની હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સે 16.25 કરોડની ભારે કિંમતમાં ખરીદ્યો હતો. તે ટીમની અપેક્ષાઓ પર ખરો ઊતર્યો નથી. સ્ટોક્સે આ સિઝનમાં માત્ર બે મેચ રમી હતી, જેમાં તેણે ગુજરાત સામે 7 અને લખનઉ સામે 8 રન બનાવ્યા હતા. સ્ટોક્સે લખનઉ સામે બોલિંગ કરતી વખતે એક ઓવરમાં 18 રન આપ્યા હતા. તે હાલ ઈજાગ્રસ્ત છે અને પ્લેઓફ  રાઉન્ડ પહેલા ઈંગ્લેન્ડ પરત ફરશે.

5 / 6
લખનઉ સુપર જાયન્ટ્સે વેસ્ટ ઈન્ડીઝના વિકેટકીપર બેટર નિકોલસ પુરન પર 16 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તેણે 11 મેચમાં 24.80ની એવરેજથી 248 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 160.00 છે. RCB સામે તેણે 19 બોલમાં 62 રનની તોફાની ઈનિંગ રમી હતી. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે તેણે લખનઉને અત્યાર સુધી નિરાશ કર્યા નથી. જોકે ટીમને તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે.

6 / 6
IPLમાં આ વર્ષે જ ડેબ્યુ કરનાર હેરી બ્રૂકને સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. KKR સામે બ્રૂકની સદી સિવાય તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચમાં હેરીએ 121.64 સ્ટ્રાઈક રેટથી માત્ર 163 રન બનાવ્યા છે. ટીમે છેલ્લી મેચમાં બ્રૂકને પ્લેઇંગ-11માં પણ રાખ્યો ન હતો. એક સદીને બાદ કરતાં તે કોઈ ખાસ કમાલ નથી કરી શક્યો અને હૈદરાબાદ માટે ફ્લોપ સાબિત થયો હતો.