IPL 2024 વચ્ચે આવ્યા મોટા સમાચાર, બીજી મોટી T20 ટૂર્નામેન્ટ ફરી શરૂ થઈ શકે

|

Apr 02, 2024 | 8:08 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 વચ્ચે એક મોટા સમાચાર છે કે ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી 20 ફરી શરૂ થઈ શકે છે. આ ટૂર્નામેન્ટ છેલ્લે 2014માં યોજાઈ હતી, 10 વર્ષ બાદ ફરી એકવાર તેની વાપસીની વાતો શરૂ થઈ છે. છેલ્લી વખત ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી 20નું આયોજન 2014માં કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની વિજેતા ટીમને 2.5 મિલિયન ડોલર મળ્યા હતા

1 / 5
ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ દસ વર્ષ પહેલા બંધ થયેલી ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી 20ને ફરીથી શરૂ કરવા માટે એકબીજાની વચ્ચે વાતચીત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લી વખત ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી 20નું આયોજન 2014માં કરવામાં આવ્યું હતું.

2 / 5
2014માં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને ચેમ્પિયન્સ લીગ જીતી હતી. તે સમયે આ ટુર્નામેન્ટમાં ભારતની 3, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની 2-2 અને પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડની એક-એક ટીમે ભાગ લીધો હતો.

3 / 5
ચેમ્પિયન્સ લીગમાં કુલ 6 સિઝન રમાઈ છે, જેમાંથી 4 વખત ભારતમાં ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી, જ્યારે બે વખત આ ટુર્નામેન્ટનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું.

4 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે બે-બે વખત ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ અને સિડની સિક્સર્સે આ ટુર્નામેન્ટ એક-એક વખત જીતી છે. આ ટુર્નામેન્ટની વિજેતા ટીમને 2.5 મિલિયન ડોલર મળ્યા હતા.

5 / 5
ક્રિકેટ વિક્ટોરિયાના CEOએ ચેમ્પિયન્સ લીગ T20 ફરી શરૂ કરવાની વાત કરી છે. તેણે કહ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા, BCCI અને ECB ફરી એકવાર આ ટૂર્નામેન્ટ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કદાચ તેની પહેલ મહિલા ક્રિકેટમાંથી આવી હોય.

Next Photo Gallery