
અભિષેક શર્મા: આઇપીએલ 2023 માં સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર અભિષેક શર્માએ ત્રીજી ઓવરમાં 31 રન આપ્યા હતા. અભિષેક શર્માની આ ઓવરમાં લખનૌ સુપર જાયન્ટસના માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરન બેટીંગ કરી રહ્યા હતા. આ ઓવરમાં બેટ્સમેને અભિષેક શર્માની ઓવરમાં પાંચ સિક્સ ફટકારી હતી.

ઉમરાન મલિક: આઇપીએલ 2023 દરમિયાન ઉમરાન મલિકનું ખરાબ પ્રદર્શન યથાવત રહ્યુ છે. ગત સીઝનમાં ટોચના બોલરમાં તેનું નામ હતુ પણ આ સીઝનમાં સૌથી ખર્ચાળ ઓવરના રેકોર્ડમાં તેનુ નામ આવ્યુ છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે રમતા ઉમરાન મલિકે એક ઓવરમાં 28 આપ્યા હતા. નિતીશ રાણાએ બેટિંગ કરતા ચાર ચોગ્ગા અને 2 છગ્ગા એક ઓવરમાં ફટકાર્યા હતા.

જોફ્રા આર્ચર : ઇંગ્લેન્ડનો પેસર આર્ચર ઇજાના કારણે મુંબઇની ટીમ સાથે વધુ મેચમાં રમી શક્યો ન હતો. આઇપીએલ 2023 માં ઇજાના કારણે આર્ચરને ઘણી ઓછી તક મળી હતી અને આ થોડી મેચમાં આર્ચર ખર્ચાળ પણ સાબિત થયો હતો. પંજાબ કિંગ્સ સામેની મેચમાં જોફ્રા આર્ચરે 27 રન આપ્યા હતા. આ ઓવરમાં પંજાબના લિયામ લિંવિંગસ્ટને તેની ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી હતી.