
વિલ જેક્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 3.20 કરોડ રુપિયા ખર્ચીને પોતાની સાથે જોડ્યો હતો. પ્રથમ સિઝન તે રમનારો હતો પરંતુ હવે તે ઈજાને લઈ બહાર થયો છે. ઈજા પહેલા જેક્સ પ્રભાવિત કરનારી રમત દર્શાવી રહ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ટી20 લીગ SA20 માં તેણે શાનદાર રમત દર્શાવી હતી.

હવે વિલ જેક્સના બદલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોતાની ટીમની જરુરિયાત મુજબ જણાશે તો તેનો વિકલ્પ પસંદ કરશે. આ માટે ન્યુઝીલેન્ડના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલને પોતાની સાથે જોડી શકે છે. માટે તેણે નજર આ તરફ દોડાવી દીધી છે. બ્રેસવેલને જોકે ઓક્શનમાં કોઈ ખરીદનાર નહોતુ મળ્યુ, પરંતુ ભારત સામેની સિરીઝમાં તેણે જબરદસ્ત રમત દર્શાવી હતી.