IPL 2023ની શરુઆત 31 માર્ચથી થઈ રહી છે. પ્રથમ મેચ વર્તમાન વિજેતા ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઓપનિંગ સેરેમનીમાં કયા સ્ટાર્સ પરફોર્મ કરશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કેટલાક નામો પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ તે મોટા નામો વિશે.
IPL ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ પણ પરફોર્મ કરી રહ્યો હોવાના અહેવાલ છે. ટાઇગર તેના શાનદાર ડાન્સ માટે ફેમસ છે અને જો તે ઓપનિંગ સેરેમનીમાં જોવા મળશે તો તેના ફેન્સને તેનો શાનદાર ડાન્સ ફરી એકવાર જોવા મળશે.
5 / 5
ઓપનિંગ સેરેમનીમાં ડાન્સ ઉપરાંત ધમાકેદાર સોન્ગ પણ સાંભળવા મળશે. બોલિવૂડના ફેમસ સિંગર અરિજિત સિંહ IPL ઓપનિંગ સેરેમનીમાં પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરતા જોવા મળશે.