IPL 2023: સિઝનમાં દમ દેખાડી રહ્યા છે ભારતીય બોલર્સ, ટોપ-10 માં 9નો સમાવેશ, સ્પિનરો વધારે ખતરનાક!

|

May 11, 2023 | 12:07 AM

IPL 2023: ભારતીય ખેલાડીઓ આઈપીએલની સિઝનમાં ખૂબ દમ દેખાડી રહ્યા છે. સૌથી વધારે વિકેટ ઝડપનારા ટોપ 10 બોલરની યાદીમાં 9 ભારતીય બોલરનો સમાવેશ છે.

1 / 5
ભારતીય બોલરો IPL 2023 ની સિઝનમાં દમ દેખાડી રહ્યા છે. શરુઆતથી જ ભારતીય બોલરોએ સિઝનમાં રોમાંચ વધારવા સાથે પર્પલ કેપની રેસ પણ જબરદસ્ત બનાવી રાખી છે. ગુજરાત ટાઈટન્સ ટીમનો રાશિદ ખાન એક માત્ર વિદેશી ખેલાડી સૌથી વધુ વિકેટ ઝડપનારા 10 ખેલાડીઓની યાદીમાં સમાવેશ ધરાવે છે. રાશિદ યાદીમાં બીજા ક્રમે છે.

2 / 5
સૌથી વધારે વિકેટ સિઝનમાં ઝડપનારા ત્રણ ખેલાડીઓ 55 મેચના અંતિમ ટોપ પર છે. જેમાં સૌથી ઉપર ગુજરાત ટાઈટન્સનો મોહમ્મદ શમી છે. જ્યારે બીજા ક્રમે રાશિદ ખાન અને ત્રીજા ક્રમે ચેન્નાઈનો તુષાર દેશપાંડે છે. આ ત્રણેય બોલરે સિઝનમાં 19-19  વિકેટ ઝડપી છે. શમીની ઈકોનોમી 7.23, રાશિદની 8.09 અને તુષારની 10.01 રહી છે.

3 / 5
ત્યાર બાદ આ યાદીમાં ચાર,પાંચ અને છઠ્ઠા સ્થાન પર અનુક્રમે પિયૂષ ચાવલા, વરુણ ચક્રવર્તી અને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ થાય છે. આ ત્રણેય બોલર્સે સિઝનમાં 17-17 વિકેટ ઝડપી છે. વરુણ શાનદાર ઈકોનામી સાથે બેટર્સને પરેશાન કરી રહ્યો છે.

4 / 5
7માં ક્રમે ચેન્નાઈ સુપર કિંગ્સનો રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. અર્શદીપ સિંહ 8મા ક્રમે આ યાદીમાં સામેલ છે. જાડેજા અને અર્શદીપે 16-16 વિકેટ ઝડપી છે.

5 / 5
મોહમ્મદ સિરાજ 15 વિકેટ સાથે 9માં ક્રમે અને રવિચંદ્રન અશ્વિન 14 વિકેટ સાથે 10માં ક્રમે સામેલ છે. આ યાદીમાં 6 સ્પિનરો સામેલ છે, આમ સ્પિનરોએ પણ ખૂબ દમ ફિરકીનો બતાવ્યો છે.

Published On - 12:02 am, Thu, 11 May 23

Next Photo Gallery