
પ્લેઈંગ ઈલેવનઃ સૌથી મોટો ફેરફાર પ્લેઈંગ ઈલેવનને લઈ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ હવે ટોસ પહેલા નહીં પરંતુ ટોસ બાદ પ્લેઈંગ ઈલેવન કેપ્ટન દ્વારા એલાન કરવામાં આવશે. આ પહેલા ટોસ પહેલા જ અંતિમ ઈલેવનની યાદી સોંપવામાં આવતી હતી. હવે ટોસ બાદ કેપ્ટન પોતાની પ્લેઈંગ ઈલેવન એલાન કરતી વખતે ટોસના પરિણામ આઘારે યાદી જાહેર કરી શકે છે. આ માટે અંતિમ ઈલેવનની બે યાદી કેપ્ટન પોતાની પાસે ટોસ સમયે રાખશે. આમ હવે ટોસ જીતવા સાથે ફાયદો લેવાની ટીમને હવે વધારે ફાયદો નહીં મળી શકે.

ઈમ્પેક્ટ પ્લેયરઃ ટોસ સમયે ટીમનો સુકાની પોતાની અંતિમ ઈલેવનમાં 4 ખેલાડીઓને સબ્સ્ટીટ્યૂટના રુપમાં સામેલ કરી શકશે. આ ખેલાડીઓનો ઉપયોગ ઈમ્પેક્ટ પ્લેયરના રુપમાં કરી શકાશે. જેને ઈનીંગની શરુઆત અથવા અંતમાં કરી શકાશે. આ સિવાય કોઈ વિકેટ ગુમાવવાની સ્થિતીમાં પણ આ સબ્સ્ટીટ્યૂટ કરી શકાશે. જોકે જે ખેલાડી એક વાર સબ્સીટ્યૂટ થઈને મેદાનથી બહાર થયો તેણે પૂરી મેચમાં બહાર રહેવુ પડશે. કોઈ પણ સંજોગોમાં બેટિંગ કુલ મળીને 11 ખેલાડીઓ જ કરી શકશે.