
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રહેશે. રોહિત શર્માના નેતૃત્વમાં આ ટીમ 5 વાર ચેમ્પિયન બની છે.

વિરાટ કોહલીની કેપ્ટનશિપ છોડયા બાદ ફાફ ડુપ્લેસી આ વર્ષે પણ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની કમાન સંભાળશે. તે આ ટીમને પ્રથમ વાર ચેમ્પિયન બનાવવાના પ્રયાસ કરશે.

શ્રેયસ અય્યર આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે અને કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ માટે કેપ્ટનશિપ કરશે.

સંજુ સેમસન આ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે અને શિખર ધવન પંજાબ કિંગ્સ માટે કેપ્ટનશિપ કરશે.