IPL 2023 : મહેન્દ્ર સિંહ ધોની Chennai Super Kingsના કેપ્ટન તરીકે 200મી મેચ રમશે, ટીમની નજર જીત પર
IPL 2023માં બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ મેચ ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે ચેન્નાઈના કેપ્ટન તરીકે ધોનીની આ 200મી મેચ હશે. આવી સ્થિતિમાં ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કહ્યું છે કે તે આ મેચમાં જીતની આશા રાખી રહ્યા છે.