
3. કગિસો રબાડા- 6 વખત : દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ આઇપીએલમાં દિલ્હી અને પંજાબ તરફથી રમ્યો છે. તેણે 104 આઇપીએલ વિકેટ લીધી છે. તેણે આઇપીએલમાં 6 વખત 4 વિકેટ ઝડપી છે.

4. અમિત મિશ્રા- 5 વખત : અમિત મિશ્રાએ આઇપીએલમાં 160 મેચમાં 172 વિકેટ ઝડપી છે અને તે વિકેટ ટેકીંગ બોલર તરીકે ઓળખાય છે. તે હાલમાં લખનૌ તરફથી રમી રહ્યો છે. મિશ્રા આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં ત્રીજા સ્થાન પર છે. અમિત મિશ્રાએ આઇપીએલમાં 5 વખત એક ઇનિંગમાં 4 વિકેટ લીધી છે.

5. યુઝવેન્દ્ર ચાહલ- 5 વખત : ભારતના સ્ટાર સ્પીનર ચાહલે આઇપીએલમાં 178 વિકેટ લીધી છે અને તે બ્રાવોની રેકોર્ડ 183 વિકેટથી બસ પાંચ વિકેટ દૂર છે. ચાહલે આઇપીએલ ઇતિહાસમાં 5 વખત ચાર વિકેટ ઝડપી છે.