
IPL 2023ની હરાજી કોચીમાં થનારી છે. આગામી 23 ડિસેમ્બરે થનાર મીની ઓક્શનને લઈ તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓ પણ કોની પર કેટલા પૈસા ખર્ચવાના છે અને કયા ખેલાડીને પોતાની સાથે જોડવો જોઈએ તેની યોજના પણ તૈયાર કરી રહી છે. અહીં એવા ખેલાડીઓની યાદી બતાવીશુ કે જે ખેલાડીઓ પર પૈસા ખૂબ ઓછા ખર્ચવામાં આવશે પરંતુ તેમનુ પ્રદર્શન ટૂર્નામેન્ટમાં પ્રભાવિત કરનારુ રહી શકે છે.

ભારતીય ક્રિકેટના અનુભવી ખેલાડી અજિંક્ય રહાણે આમાંથી એક નામ છે. તેની પાસે સુકાન સંભાળવાથી લઈને રન નિકાળવાનો અનુભવ છે. તે બેટથી કમાલ કરી શકવાનો દમ ધરાવે છે, પરંતુ ગત સિઝનમાં ખાસ અસરદાર રહ્યો નહોતો, હવે તેની પાસે નવી તકમાં ઓછા પૈસે વધુ દમની આશા રખાઈ રહી છે. રહાણેએ પોતાની બેઝ પ્રાઈઝ 50 લાખ રુપિયા રાખી છે. ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે તેને એક કરોડ રુપિયામાં ખરીદ કર્યો હતો. જોકે આ વખતે તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. રહાણે બેઝ પ્રાઈઝ પર જ નવી ટીમ સાથે જોડાઈ શકે છે.

2018ની સાલમાં દમ દેખાડી ચુકેલ સ્પિનર મયંક માર્કંડેય 50 લાખની બેઝ પ્રાઈઝથી આઈપીએલનો હિસ્સો બનવા તૈયાર છે. અગાઉ 2018માં તે મુંબઈ ઈન્ડિયન્સ વતીથી રમતા 14 મેચોમાં 15 શિકાર ઝડપી ચુક્યો હતો. જોકે ત્યાર બાદ તેને સતત તક મળી શકી નથી અને હવે ફરીથી મોકો શોધી રહ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સનો હિસ્સો રહી ચુકેલો સંદિપ વોરિયર્સ 50 લાખની બેઝ પ્રાઈઝ સાથે નવી ટીમ સાથે જોડાવવા માટે ઈચ્છા રાખી રહ્યો છે. સંદિપ પોતાની બોલીંગ વડે સારુ પ્રદશન કરવાની તાકાત ધરાવે છે અને એટલે જ તેને નવી ટીમમાં મોકો મળવાની આશા છે.

એક કરોડ રુપિયાની બેઝ પ્રાઈઝ સાથે અફઘાનિસ્તાનના બોલર મુજીબ ઉર રહેમાનને આઈપીએલમાં હિસ્સો થવાની આશા છે. આઈપીએલ 2022 ની સિઝનમાં મોકો નહોતો મળ્યો કારણ કે તેના તરફ ઓક્શનમાં કોઈએ નજર નહોતી કરી. હવે તે એક કરોડમાં કોઈ ટીમનો હિસ્સો બનવા નજર લગાવી બેઠો છે. મુજીબની સ્પિન બોલીંગ શાનદાર છે અને તે બેટ્સમેનો પર ભારે પડવાનો દમ ધરાવે છે.

2 કરોડ રુપિયાની રકમ સાથે રાજસ્થાન રોયલ્સના પૂર્વ ખેલાડી રાસી વાન ડર ડુસૈએ આઈપીએલની હરાજી માટે પોતાનુ નામ રાખ્યુ છે. તે બેઝ પ્રાઈઝ પર જ ખરીદાઈ શકે છે અને તે મોકો મળવા પર બોલીંગ આક્રમણનો સામનો સારી રીતે રન નિકાળીને કરી શકવાની શક્તિ ધરાવે છે.