
ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની વનડે સિરીઝમાં લોકી ફરગ્યુશને એક માત્ર પ્રથમ વનડે જ રમવાની હતી. પરંતુ હવે તેમાંથી જ તે બહાર થતા તે હવે સિરીઝથી બહાર થયો છે. લોકી અને ન્યુઝીલેન્ડના કેટલાક ખેલાડીઓ પ્રથમ વનડે મેચ બાદ IPL માટે ભારત આવવા માટે રવાના થવાના હતા. હવે કોલકાતાની ટીમને લોકીનુ ઠીક થવાને લઈને ચિંતા સતાવી રહી છે. કોલકાતાની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે 1 એપ્રિલે રમાનારી છે.

કોલકાતાનો ઝડપી બોલર આ પહેલા ગુજરાત ટાઈટન્સ ટીમનો હિસ્સો ગત સિઝન દરમિયાન હતો. જોકે તેને હવે ટ્રેડ કરીને કોલકાતાએ પોતાની સાથે જોડ્યો હતો. આ પહેલા પણ લોકી કોલકાતાનો જ હિસ્સો હતો, પરંતુ ગુજરાત ટાઈટન્સે તેને પોતાની સાથે જોડ્યો હતો.