
ક્રિકેટ ફેન્સ માટે ગઈકાલ જેવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ધોનીના ફેન્સ યલો જર્સી પહેરીને સ્ટેડિયમમાં પહોંચ્યા છે.

આઈપીએલની કલોઝિંગ સેરેમનીમાં રેપર કિંગ અને ડીજે ન્યૂક્લિયા પરફોર્મ કરતા જોવા મળશે. તેમની સાથે સાથે મિડ ટાઈમ શો માટે ડિવાઈન અને જોવિધા ગાંધી ફેન્સને મનોરંજન આપતા જોવા મળશે. આઈપીએલ 2023ની આ બંને મહત્વની મેચો માટે નમો સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી હતી.