
અમદાવાદમાં કમોસમી વરસાદને કારણે 28 મે, રવિવારના રોજ ચેન્નાઈ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ રમાઈ શકી નથી. હવે આ મેચ સોમવારે 29મી મેના રિઝર્વ ડે પર રમાશે.ઈતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડે પર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે.28 મેના રોજ પડેલા વરસાદને કારણેક્રિકેટ પ્રેમીઓ નિરાશ થઈને ઘરે પરત ફર્યા હતા.

જો તમારી ટિકિટ અહીં બતાવ્યા અનુસાર આખી અને બે ભાગમાં કપાયેલી હશે તો તમે સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશો.

જો તમારી ટિકિટ આ રીતે ફાટેલી હશે પણ તેમા તમામ જરુરી માહિતી હશે તો પણ તમારી ટિકિટ માન્ય રહેશે.

મહત્વની માહિતી વગરની ફાટેલી ટિકિટ કે ડિજીટલ ટિકિટ માન્ય રહેશે નહીં. ફિઝિકલ ટિકિટ વગર સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે નહીં.

સતત 5 કલાક વરસાદ પડતા ફાઈનલ મેચ રદ્દ થઈ હતી.હવે સવાલ એ થાય છે કે જો રિઝર્વ ડે દિવસે પણ વરસાદ પડે તો? IPL ફાઈનલના નિયમો અનુસાર, રિઝર્વ ડે પર 3 કલાક 20 મિનિટના નિશ્ચિત સમય ઉપરાંત 120 મિનિટનો સમય પણ હશે. એટલે કે રિઝર્વ ડે પર પણ રાત્રે 12.06 સુધી રાહ જોવામાં આવશે, જેથી 5-5 ઓવર રમી શકાય. જો તે શક્ય ન હોય તો સુપર ઓવરથી નિર્ણય લેવામાં આવશે. જો તે પણ ન થઈ શકે તો પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવનાર ગુજરાત ટાઈટન્સને વિજેતા જાહેર કરવામાં આવશે.