
ગુજરાત સામે ચેન્નાઈએ ગત સિઝનમાં રમેલી બેમાંથી પ્રથમ મેચમાં રવિન્દ્ર જાડેજાએ CSK નુ સુકાન સંભાળ્યુ હતુ. જ્યારે બીજી મેચમાં ધોની સુકાની હતી. આમ બંને સુકાનીઓને હાર્દિકે પોતાની સામે નિષ્ફળ બનાવ્યા હતા.

બેમાંથી પ્રથમ મેચમાં ચેન્નેઈએ પ્રથમ બેટિંગ કરતા 170 રનનુ લક્ષ્ય ગુજરાત સામે રાખ્યુ હતુ, જે ડેવિડ મિલરની 94 રનની તોફાની ઈનીંગ વડે અંતિમ ઓવરમાં પાર કરી લીધુ હતુ. બીજી મેચમાં ચેન્નાઈએ ઋતુરાજ ગાયકવાડની અડધી સદી વડે 133 રનનો આસાન સ્કોર ગુજરાત સામે ખડક્યો હતો. જેને આરામથી GT એ પાર કરી લીધો હતો. આ મેચમાં રિદ્ધીમાન સાહાએ 67 રનની ઈનીંગ રમી હતી.