IPL 2023 હશે MS Dhoni માટે અંતિમ સિઝન? CSK એ શેર કરેલી એક તસ્વીરે ચાહકોનુ તોડ્યુ દિલ!

|

Mar 22, 2023 | 9:42 AM

MS Dhoni ક્રિકેટ રમતો હાલમાં માત્ર IPL માં જ જોવા મળી રહ્યો છે. ધોની કેટલો સમય હવે મેદાનમાં ક્રિકેટ રમતો જોવા મળશે એ સવાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે. હવે ઈન્ડિયન પ્રીમિયર લીગને પણ અલવિદા કહી શકે છે અને એ સમય નજીક આવતો જતો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

1 / 5
IPL 2023ની શરુઆત 31 માર્ચે થનારી છે. હવે જેના આડે માત્ર ગણતરીના દિવસો જ રહ્યા છે. આ લીગની શરુઆત થવાને લઈ આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે. ખાસ કરીને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ જોવા માટે ધોનીના ચાહકો આતુર છે. આઈપીએલની આગામી સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાનારી છે. આમ આઈપીએલની શરુઆત સાથે જ ધોનીને એક્શનમાં જોવાનો મોકો મળશે.

2 / 5
જોકે આ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સે એક તસ્વીર ધોનીની શેર કરી છે. આ તસ્વીર સાથે એક કેપ્શન લખી છે, જે વાંચીને ધોનીના ચાહકોના દિલ તૂટી ગયા છે. સોશિયલ મીડિયા પર ચેન્નાઈને સતત એ પ્રશ્ન ચાહકો દ્વારા કરવામાં આવી રહ્યો છે કે, ધોની માટે આ સિઝન ક્રિકેટરના રુપમાં અંતિમ સિઝન હશે કે કેમ. ધોનીને તેના ચાહકો વધુ ને વધુ સમય ક્રિકેટના મેદાનમાં એક્શનમાં જોવા ઈચ્છી રહ્યા છે.

3 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારે વનડે મેચ રમાનારી છે. આ મેચ પહેલા ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારતીય ટીમના ડગ આઉટમાં ધોની ચેન્નાઈની જર્સી સાથે જોવા મળી રહ્યો છે. આ તસ્વીર ચેન્નાઈએ શેર કરી છે. તો વળી સાથે જ કેપ્શનમાં લખ્યુ છે કે, 'મે પલ દો પલ કા શાયર હો' બસ આ વાંચીને ચાહકોનુ દિલ તૂટ્યુ છે કે, કદાચ ધોની માટે આ સિઝન અંતિમ હશે.

4 / 5
તમને એમ થતુ હશે આ કેપ્શનથી વધારે ચિંતા કેમ. આ માટે વર્ષ 2020ને યાદ કરવુ પડશે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને 2020ના વર્ષમાં કહ્યુ હતુ, એ વખતે એક વિડીયો ધોનીએ શેર કર્યો હતો. જેમાં તેણે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સફરની કેટલીક શાનદાર તસ્વીરો શેર કરી હતી. જેમાં બેકગ્રાઉન્ડમાં આ ગીત જ સાંભળવા મળ્યુ હતુ જે, ચેન્નાઈએ ધોની તસ્વીરની કેપ્શનમાં લખ્યુ છે. હવે આ વાંચીને સ્વભાવિક જ ધોનીના ફેન્સને ચિંતા સર્જાઈ શકે છે કે, આ સિઝન માહી માટે અંતિમ હશે.

5 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 માર્ચે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં વનડે મેચ રમાનારી છે. આ મેચ 3 વનડે મેચોની શ્રેણીની અંતિમ છે. ત્યાર બાદ ભારતીય ક્રિકેટરો આઈપીએલની તૈયારીઓમાં લાગી જશે.

Next Photo Gallery