IPL 2022: રોવમેન પોવેલનો ગજબનો દાવો! અંપાયરના કારણે 6 બોલમાં 6 છગ્ગા ના લગાવી શક્યો
પોવેલે ઓબેડ મેકકોયના પ્રથમ ત્રણ બોલમાં સિક્સર ફટકારી હતી. પરંતુ ત્રીજા બોલ પર 'નો-બોલ' ન આપતાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે પોતાના ખેલાડીઓને મેદાનની બહાર બોલાવવાનું શરૂ કરી દીધું હતું.
1 / 5
રોવમેન પોવેલ રાજસ્થાન રોયલ્સ સામે સતત 6 છગ્ગા ફટકારશે. આ દાવો દિલ્હીના આ બેટ્સમેને પોતે કર્યો છે. દિલ્હી કેપિટલ્સનો આક્રમક બેટ્સમેન રોવમેન પોવેલ રાજસ્થાન રોયલ્સ સામે છેલ્લી ઓવરમાં જરૂરી 36 રન બનાવશે તેવી અપેક્ષા હતી, પરંતુ વિવાદાસ્પદ નો-બોલ પછી સતત ત્રણ સિક્સર માર્યા બાદ તેની ગતિ તૂટી ગઈ હતી.
2 / 5
રોવમેન પોવેલે કહ્યું, 'સાચું કહું તો મને 6 બોલમાં 6 સિક્સર ફટકારવાનો વિશ્વાસ હતો. પહેલા બે બોલ પછી મને લાગ્યું કે હું આ કરી શકીશ. મને આશા હતી કે તે નો બોલ હશે પરંતુ અમ્પાયરનો નિર્ણય અંતિમ છે અને ક્રિકેટર તરીકે આપણે આગળ વધવું પડશે.
3 / 5
પોવેલે ઓબેડ મેકકોયના પ્રથમ ત્રણ બોલમાં સિક્સર ફટકારી હતી. પરંતુ ત્રીજા બોલ પર 'નો-બોલ' ન આપતાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે પોતાના ખેલાડીઓને મેદાનની બહાર બોલાવવાનું શરૂ કરી દીધું હતું. કોચ પ્રવીણ આમરે ઈશારાથી 'નો-બોલ' ચેક કરવાનું કહી રહ્યા હતા, જેના કારણે થોડીવાર માટે મેચ રોકી દેવામાં આવી હતી.
4 / 5
વેસ્ટ ઈન્ડિઝનો આ ખેલાડી જો કે ભૂતકાળ વિશે વિચારવાને બદલે આગામી મેચો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. પોવેલે કહ્યું, 'આ એવી વસ્તુ છે જેને આપણે જલ્દીથી પાછળ છોડવી પડશે. અમારી પાસે હજુ ઘણી મેચો રમવાની છે અને ભૂતકાળમાં જીવવાનો કોઈ અર્થ નથી. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ કહ્યું, 'સ્પર્ધાના આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય થવા માટે અમારે હંમેશા ભવિષ્ય તરફ ધ્યાન આપવું પડશે.'
5 / 5
જો રાજસ્થાન સામેની મેચ છોડી દઈએ તો રોવમેન પોવેલનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. પોવેલે 7 મેચમાં 11.17ની એવરેજથી માત્ર 67 રન બનાવ્યા છે. પોવેલે અત્યાર સુધી સિઝનમાં 2 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા છે.
Published On - 8:39 pm, Tue, 26 April 22