IPL 2022: કેપ્ટનશીપને લઇ Ravindra Jadeja એ નોંધાવ્યો રેકોર્ડ, પ્રથમ મેચમાં સુકાન સંભાળતા મનિષ પાંડેને પાછળ છોડ્યો

|

Mar 27, 2022 | 8:13 AM

શનિવારે 26 માર્ચે, આઈપીએલ 2022 ની પ્રથમ મેચમાં રવિન્દ્ર જાડેજા પ્રથમ વખત કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો હતો, આ સાથે તેના નામે એક રેકોર્ડ પણ નોંધાયો છે

1 / 4
IPL 2022 સીઝન સાથે, ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની શ્રેષ્ઠ કારકિર્દીમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ. રવિન્દ્ર જાડેજા, જેણે તેની લાંબી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ કારકિર્દીમાં ક્યારેય કેપ્ટનશિપ કરી ન હતી, તે વર્તમાન IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો. શનિવારે 26 માર્ચે, કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઈપીએલ 2022 ની પ્રથમ મેચમાં, જાડેજા પ્રથમ વખત કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો. આ સાથે તેણે એક રેકોર્ડ પણ બનાવ્યો હતો.

2 / 4
રવિન્દ્ર જાડેજાએ પ્રથમ વખત સુકાનીપદ સંભાળતા પહેલા એક બેવડી સદી કરી હતી. CSK નો ડેશિંગ ઓલરાઉન્ડર સૌથી વધુ મેચો બાદ IPL માં કેપ્ટનશિપ કરનાર ખેલાડી બન્યો. જડ્ડુએ 200 મેચ રમ્યા બાદ પ્રથમ વખત કોઈ ટીમની કમાન સંભાળી છે.

3 / 4
આ મામલામાં રવિન્દ્ર જાડેજાએ ભારતીય બેટ્સમેન મનીષ પાંડેનો રેકોર્ડ તોડ્યો હતો. પાંડે એ ગત સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે એક મેચમાં કેપ્ટનશીપ કરી હતી. SRHની કેપ્ટનશીપ પહેલા મનીષે 153 મેચ રમી હતી.

4 / 4
જોકે, કેપ્ટન તરીકેની પ્રથમ મેચ જાડેજા અને તેની ટીમ માટે બહુ સારી રહી ન હતી. ખાસ કરીને બેટિંગમાં ટીમના જાડેજા સહિત ટીમના મોટાભાગના બેટ્સમેનો નિરાશ થયા હતા. KKR સામે પ્રથમ બેટિંગ કરતા CSKએ માત્ર 131 રન બનાવ્યા હતા. ટીમે 61 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, જે બાદ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ શ્રેષ્ઠ 50 રન બનાવ્યા હતા. જાડેજા પોતે 28 બોલમાં 26 રન જ બનાવી શક્યો હતો. તે જ સમયે, આ મેચમાં ટીમને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Next Photo Gallery