
આ યાદીમાં ત્રીજા નંબરે ભુવનેશ્વર કુમારનું નામ છે. સનરાઇઝર્સ તરફથી રમતા ભુવનેશ્વરે 132 મેચમાં નવ મેડન ઓવર ફેંકી છે. આ સિઝનમાં તે બીજા નંબર પર આવી શકે છે.

ત્રણ બોલર એવા છે જેમની પાસે આઠ મેડન ઓવર છે. ધવલ કુલકર્ણી, લસિથ મલિંગા અને સંદીપ શર્માની આઈપીએલમાં આઠ-આઠ મેડન ઓવર છે. આ સિઝનમાં ધવલને કોઈએ ખરીદ્યો નથી, જ્યારે મલિંગાએ નિવૃત્તિ લઈ લીધી છે. સંદીપ શર્મા આ આઠના આંકડાથી આગળ વધી શકે છે.

આ ત્રણ પછી દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેનનો નંબર આવે છે જેણે 95 IPL મેચોમાં સાત મેડન ઓવર ફેંકી છે. આ વર્ષે સ્ટેન કોચની ભૂમિકામાં હશે કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદે તેને તેમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ત્યારબાદ ક્રમે દિપક ચાહર, અમિત મિશ્રા, હરભજન સિંહ, જસપ્રિત બુમરાહ અને ઇશાંત શર્માએ 6-6 ઓવર મેડન કરી છે.
Published On - 9:59 am, Tue, 22 March 22