
જો કે, સતત 500 થી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ડેવિડ વોર્નરના નામે છે. વોર્નરે 2014 થી 2020 વચ્ચે સતત 6 વખત 500 થી વધુ રન બનાવ્યા હતા. જો કે, આ સમય દરમિયાન તે ફક્ત 2018 સીઝનનો ભાગ નહોતો.

કોલકાતા સામે રાહુલે 51 બોલમાં 68 રન બનાવ્યા, જે આ સિઝનમાં તેની ત્રીજી અડધી સદી હતી. અત્યાર સુધીમાં તેણે 14 ઇનિંગ્સમાં 537 રન બનાવ્યા છે અને સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં જોસ બટલર પછી બીજા સ્થાને છે.