IPL 2022: બેબી એબી સિઝનમાં સૌથી લાંબો છગ્ગા ફટકારવામાં પણ છે અવ્વલ, અંતર જોઈને દંગ રહી જશો
18 વર્ષના બેટ્સમેનમાં જે જોવા મળ્યું, તે આજ સુધી બીજા કોઈમાં જોવા મળ્યું નથી. કાચી ઉંમરના ખેલાડીએ એટલો લાંબો છગ્ગો લગાવ્યો કે મોટા દિગ્ગજ તેની પાછળ રહી ગયા છે.
1 / 5
આઈપીએલ 2022 ની વાત છે અને તેમાં ભલે લાંબા શોટનો કોઈ ઉલ્લેખ ના હોય એ કેમનુ હોઈ શકે. લીગની 15મી સીઝન તેના પ્રારંભિક તબક્કાનો રોમાંચની હદ પાર કરી રહી છે. આ સમય દરમિયાન, છ બેટ્સમેનોના બેટ વડે ઘણી મોટી મોટી ગગનચુંબી સિકસ જોવા મળી હતી. પરંતુ, 18 વર્ષના બેટ્સમેનમાં જે જોવા મળ્યું, તે આજ સુધી બીજા કોઈમાં જોવા મળ્યું નથી. કાચી ઉંમરના ખેલાડીએ એટલો લાંબો છગ્ગો લગાવ્યો કે મોટા દિગ્ગજ તેની પાછળ રહી ગયા છે.
2 / 5
અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ આફ્રિકાના અંડર 19 ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસની. આ 18 વર્ષીય બેટ્સમેન IPL 2022 ની પિચ પર લાંબા અંતરની સિક્સર મારવાનુ કોઈ દબાણ નથી. તેથી જ તેનું નામ સૌથી વધુ છગ્ગા મારનાર ટોપ 5 બેટ્સમેનોની યાદીમાં બે વખત છે.
3 / 5
ડેવાલ્ડ બ્રેવિસે IPL 2022 માં પંજાબ કિંગ્સ સામેની મેચમાં સૌથી લાંબી સિક્સ ફટકારી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે તેના બેટમાંથી આ છગ્ગો બોલને 112 મીટરના અંતરે લઈ ગયો.
4 / 5
ડેવાલ્ડ બ્રેવિસ પછી પંજાબ કિંગ્સ માટે રમનાર લિયામ લિવિંગ્સ્ટનનો નંબર આવે છે, જેણે 108 મીટરમાં સિક્સ ફટકારી હતી. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીની બીજી સૌથી લાંબી સિક્સ છે. IPL 2022 માં ત્રીજો સૌથી લાંબો છગ્ગો પણ લિવિંગસ્ટનના બેટથી આવ્યો છે, જેનું અંતર 105 મીટર છે.
5 / 5
આ પછી 102 મીટરના અંતર સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા શિવમ દુબે ચોથા નંબર પર છે. ડેવાલ્ડ બ્રેવિસે પણ 102 મીટરની છગ્ગો ફટકાર્યો છે. એટલે કે, એકંદરે, બ્રેવિસ હજુ પણ સૌથી લાંબી સિક્સ ફટકારવામાં પ્રથમ છે.