IPL 2022: વિરાટ કોહલી કરતા પણ આગળ નીકળ્યો KL રાહુલ, T20માં પૂરા કર્યા 6000 રન, હજુ પણ ન બની શક્યો નંબર 1
કેએલ રાહુલને ટી20 ક્રિકેટમાં ભારતના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. આ વર્ષની IPLમાં KL રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
1 / 5
કેએલ રાહુલની ગણતરી વર્તમાન યુગના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. રાહુલ ત્રણેય ફોર્મેટનો ખેલાડી છે. ટેસ્ટ, વનડે સિવાય ટી-20માં તેની સારી રમત છે. મંગળવારે કેએલ રાહુલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેની 30 રનની ઇનિંગ દરમિયાન એક ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. (Image-PTI)
2 / 5
કેએલ રાહુલે ટી20 ક્રિકેટમાં 6000 રન પૂરા કર્યા. આ આંકડા સુધી પહોંચનાર તે સૌથી ઝડપી ભારતીય ખેલાડી બની ગયો છે. કેએલ રાહુલે 184 ઇનિંગ્સમાં 6000 ટી20 રન પૂરા કરનાર વિરાટને પાછળ છોડી દીધો. (Image-PTI)
3 / 5
કેએલ રાહુલનો ટી20 રેકોર્ડ બેજોડ છે. જમણા હાથના બેટ્સમેને 43થી વધુની સરેરાશથી 6007 રન બનાવ્યા છે જેમાં તેણે 5 સદી અને 50 અડધી સદી ફટકારી છે. (Image-PTI)
4 / 5
જણાવી દઈએ કે ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી 6000 રન બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ક્રિસ ગેલે માત્ર 162 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો છે. ગેલે ટી20 ક્રિકેટમાં 14562 રન બનાવ્યા છે.
5 / 5
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પણ આ મામલે કેએલ રાહુલ કરતા આગળ છે. બાબર આઝમે 165 ઇનિંગ્સમાં 6000 T20 રન પૂરા કર્યા. બાબર સૌથી ઝડપી 6000 T20 રન બનાવનાર એશિયન ખેલાડી છે.(Image-PTI)