IPL 2022: લસિથ મલિંગાની બરાબરી પર પહોંચ્યો Dwayne Bravo, સેમ બીલિંગ્સની વિકેટ ઝડપતા જ આ ઉપલબ્ધી હાંસલ કરી

|

Mar 27, 2022 | 7:38 AM

બ્રાવોએ કોલકાતા સામેની મેચમાં ત્રણ વિકેટ લીધી અને આ સાથે તેની આઈપીએલ વિકેટની સંખ્યા 170 પર પહોંચી ગઈ છે. આ સાથે બ્રાવોએ IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડમાં મલિંગાની બરાબરી કરી લીધી છે.

1 / 5
વર્તમાન વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ IPL-2022ની શરૂઆત જીત સાથે કરી શકી નથી. કોલકાતા નાઈટ રાઈડર્સે શનિવારે પ્રથમ મેચમાં તેને છ વિકેટે હરાવ્યુ હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 131 રન બનાવ્યા અને કોલકાતાએ 19.3 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કર્યો. જોકે, ચેન્નાઈ ભલે જીત્યું ન હોય, પરંતુ તેના એક જૂના ખેલાડીએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ખેલાડીનું નામ છે ડ્વેન બ્રાવો.

2 / 5
બ્રાવોએ આ મેચમાં ત્રણ વિકેટ લીધી અને આ સાથે તેની આઈપીએલ વિકેટની સંખ્યા 170 પર પહોંચી ગઈ છે. આ સાથે બ્રાવોએ IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે લસિથ મલિંગાની બરાબરી કરી લીધી છે. આ બંનેના નામે 170-170 વિકેટ છે. મલિંગાના નામે 122 મેચમાં આટલી વિકેટ છે જ્યારે બ્રાવોએ અહીં સુધી પહોંચવામાં 151 મેચ લીધી છે.

3 / 5
સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં બ્રાવો અને મલિંગા પછી જો કોઈનું નામ આવે છે તો તે લેગ સ્પિનર ​​અમિત મિશ્રાનું છે. અમિત મિશ્રાએ આઈપીએલમાં અત્યાર સુધી 154 મેચમાં 166 વિકેટ ઝડપી છે. જોકે આ વખતે અમિતને મેગા ઓક્શનમાં ખરીદનાર મળ્યો ન હતો.

4 / 5
અમિત બાદ વધુ એક લેગ સ્પિનર ​​પીયૂષ ચાવલાનું નામ આવે છે.ચાવલાએ 165 IPL મેચમાં 157 વિકેટ લીધી છે. ચાવલા પણ આ સિઝનમાં નથી રમી રહ્યો. તેને પણ કોઈ ખરીદનાર મળ્યો ન હતો.

5 / 5
ચાવલા પછી ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર ​​હરભજન સિંહ છે. હરભજન સિંહે નિવૃત્તિ લીધી છે અને તે આ સિઝનમાં IPL નથી રમી રહ્યો. તે કોમેન્ટ્રી કરી રહ્યો છે. હરભજને 160 IPL મેચમાં 150 વિકેટ લીધી છે.

Published On - 7:21 am, Sun, 27 March 22

Next Photo Gallery