
ગુજરાત ટાઈટન્સની ટીમ 14માંથી 10 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી. બીજી તરફ રાજસ્થાનની ટીમ 14માંથી નવ મેચ જીતીને બીજા સ્થાને રહી હતી. પ્રથમ સ્થાને હોવા છતાં ગુજરાત માટે ચિંતાનો વિષય છે કે વર્ષ 2011 પછી મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેણે આઈપીએલ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને મેચ જીતી હોય. (PTI)

જોસ બટલરે અત્યાર સુધીની બંને પ્લેઓફ મેચમાં 194 રન બનાવ્યા હતા, જે પ્લેઓફમાં એક બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. આ સાથે જ તે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનના રેકોર્ડની પણ નજીક છે. તેણે 824 રન બનાવ્યા છે જ્યારે કોહલીએ વર્ષ 2016માં 916 રન બનાવ્યા હતા.