
સનરાઈઝર્સ હૈદરાબાદે વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર-બેટ્સમેન નિકોલસ પૂરન પર ખૂબ પૈસા ખર્ચ્યા છે. આ ડાબા હાથના બેટ્સમેન માટે હૈદરાબાદે 10.75 કરોડ રૂપિયા આપ્યા છે.

ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન પણ આ વખતે ઘણી કમાણી કરવામાં સફળ રહ્યો. પ્રથમ વખત IPL માં પ્રવેશી રહેલી ગુજરાત ટાઇટન્સે ફર્ગ્યુસન માટે 10 કરોડ રૂપિયા આપ્યા છે. તે પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો હતો.

તેના પછી કાગિસો રબાડા છે, જેને પંજાબ કિંગ્સે 9.25 કરોડ રૂપિયા આપ્યા છે. પંજાબે આ ખેલાડી માટે દિલ્હી કેપિટલ્સ સાથે મુકાબલો કર્યો હતો. રબાડા પહેલા માત્ર દિલ્હી માટે જ રમતો હતો.