IPL 2022: અમદાવાદ ટીમના હેડ કોચ, મેંટોર અને ડિરેકટર નિશ્વિત! ગેરી કસ્ટર્ન અને આશિષ નેહરાને મળશે મોટી જવાબદારી

|

Jan 04, 2022 | 10:26 AM

આશિષ નેહરા (Ashish Nehra) ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 માં અમદાવાદ (Ahmedabad) ની નવી ટીમનો મુખ્ય કોચ બનવા જઈ રહ્યો છે. તે જ સમયે, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર વિક્રમ સોલંકી (Vikram Solanki) ક્રિકેટના ડિરેક્ટર હશે.

1 / 5
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા (Ashish Nehra) અમદાવાદ (Ahmedabad) IPL ટીમના મુખ્ય કોચ હશે જ્યારે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર વિક્રમ સોલંકી તેના ક્રિકેટ ડિરેક્ટર હશે. ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ભારતના કોચ ગેરી કર્સ્ટન (Gary Kirsten) આ ટીમના મેન્ટર હશે.

2 / 5
અમદાવાદની ટીમે હજુ ઔપચારિક જાહેરાત કરી શકતી નથી કારણ કે તે 'લેટર ઓફ ઈન્ટેન્ટ' મળ્યા બાદ જ કરી શકાશે. આ ત્રણેયની અમદાવાદની ટીમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને તેમની આ સિઝન માટે પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે નેહરા આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કોચ રહી ચૂક્યા છે.

3 / 5
આશિષ નેહરાએ IPLમાં 88 મેચ રમી છે અને તેણે 106 વિકેટ લીધી છે. બીજી તરફ ગેરી કર્સ્ટન બેંગ્લોરના બેટિંગ કોચ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે કોચિંગનો લાંબો અનુભવ છે.

4 / 5
વિક્રમ સોલંકીની વાત કરીએ તો ઈંગ્લેન્ડના આ ભૂતપૂર્વ ક્રિકેટરને 325 ફર્સ્ટ ક્લાસ મેચ અને 402 લિસ્ટ A મેચોનો અનુભવ છે. સોલંકીએ ઈંગ્લેન્ડ માટે 51 ODI અને 3 T20 મેચ પણ રમી છે.

5 / 5
અમદાવાદની ટીમની વાત કરીએ તો માનવામાં આવે છે કે શ્રેયસ અય્યર (Shreyas Iyer) આ ટીમની કમાન સંભાળી શકે છે. છેલ્લી IPLમાં ઈજા બાદ અય્યરને સ્થાને ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સ દ્વારા કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એવા પણ અહેવાલ છે કે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પણ અમદાવાદની ટીમ સાથે જોડાઈ શકે છે.

Published On - 10:25 am, Tue, 4 January 22

Next Photo Gallery