
જ્યાં સુધી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની વાત છે તો અનિલ કુંબલેનું નામ છે જેણે માત્ર 20 ટેસ્ટમાં 111 વિકેટ લીધી છે.

વિકેટ લેવામાં અનિલ કુંબલેનું સ્થાન ટોચ પર છે, જ્યારે હરભજન સિંહ આ રેસમાં બીજા નંબરે છે. ભજ્જીએ 18 ટેસ્ટમાં 95 વિકેટ લીધી છે. જો કે, અશ્વિન અને લિયોન જેવા બોલર છે, આ વખતે ભજ્જી પાછળ રહેશે તે નિશ્ચિત છે. તેમની સાથે કુંબલેનો રેકોર્ડ પણ જોખમમાં આવી શકે છે.