FIH Pro League માટે ભારતીય ટીમ જાહેર, 20 સભ્યોમાં બે નવા ચહેરાઓને મળ્યુ સ્થાન

|

Jan 28, 2022 | 8:13 AM

1 / 5
ભારતીય પુરૂષ હોકી ટીમ નવા વર્ષની તેની પ્રથમ મોટી ટુર્નામેન્ટની તૈયારીમાં વ્યસ્ત છે અને આ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. હોકી ઈન્ડિયાએ આવતા મહિને યોજાનારી FIH પ્રો લીગ માટે 20 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન ફરી એકવાર અનુભવી મિડફિલ્ડર મનપ્રીત સિંહના હાથમાં રહેશે, જેમની કપ્તાની હેઠળ ભારતે ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

2 / 5
ભારતીય ટીમે આવતા મહિને પ્રો લીગમાં તેની ચાર મેચ રમવાની છે. ભારતીય ટીમ આવતા મહિને 6 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. આ પછી, પ્રથમ મેચ 8 ફેબ્રુઆરીએ ફ્રાન્સ સામે રમાશે, જ્યારે બીજી મેચ 9 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે રમાશે. આ પછી, 12 અને 13 ફેબ્રુઆરીએ, તે ફરીથી અનુક્રમે ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકા સાથે ટકરાશે.

3 / 5
ભારતીય ટીમમાં તમામ મુખ્ય ખેલાડીઓ હાજર છે, જ્યારે નવા ખેલાડીઓ તરીકે બે યુવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોચ ગ્રેહામ રીડે યુવા ડ્રેગફ્લિકર જુગરાજ સિંહ અને સ્ટ્રાઈકર અભિષેકને તક આપી છે.

4 / 5
ભારતીય ટીમ આ પ્રમાણે છે-ગોલકીપર્સઃ પીઆર શ્રીજેશ, કૃષ્ણ બહાદુર પાઠક; ડિફેન્ડર્સ- હરમનપ્રીત સિંહ (વાઈસ-કેપ્ટન), અમિત રોહિદાસ, સુરેન્દર કુમાર, વરુણ કુમાર, જરમનપ્રીત સિંહ, જુગરાજ સિંહ.

5 / 5

મિડફિલ્ડર્સ - મનપ્રીત સિંહ (કેપ્ટન), નીલકાંત શર્મા, હાર્દિક સિંહ, જસકરણ સિંહ, શમશેર સિંહ, વિવેક સાગર પ્રસાદ; ફોરવર્ડ- મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, આકાશદીપ સિંહ, શિલાનંદ લાકરા, દિલપ્રીત સિંહ, અભિષેક.

Next Photo Gallery