
કોહલીના શરીર પર પહેલાથી જ 11 ટેટૂ છે. આ 11 ટેટૂમાં તેના માતા-પિતાના નામ, ટેસ્ટ અને ઓડીઆઈ કેપ નંબર, ભગવાનની આંખ, જાપાનીઝ સમુરાઈ, ભગવાન શિવ અને તેની રાશિ સ્કોર્પિયોનો સમાવેશ થાય છે. આ સિવાય આદિવાસી ટેટૂ અને ઓમ ટેટૂ પણ છે.

નવા ટેટૂ સાથે તે પ્રથમ વાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે ત્યાંથી બેંગ્લોર પહોંચ્યો હતો. તે ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન માટે આરસીબી સાથે જોડાયો હતો.