IPL થી લઈ ODI સુધી ઉમરાન મલિક છવાયો, બંદુકની ગોળીની જેમ કરી રહ્યો છે બોલિંગ

|

Jan 11, 2023 | 9:42 AM

જ્યારથી ઉમરાન મલિકે IPLમાં પોતાની પ્રતિભા દર્શાવી છે, ત્યારથી દરેક તેની સ્પીડથી આશ્ચર્યમાં મુકાયા છે,પોતાની તોફાની બોલિંગ માટે પ્રખ્યાત ઉમરાને પોતાની સ્પીડથી કેટલાક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

1 / 5
હાલના સમયમાં ભારત પાસે ઘણા સારા ફાસ્ટ બોલરો છે. જેમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ જેવા નામો સામેલ છે, પરંતુ ભારત એવા દેશોમાં સામેલ નથી કે જેણે ફાસ્ટ બોલરો ઉભા કર્યા હોય. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને ભારત પાસે  ફાસ્ટ ખેલાડી ઉમરાન મલિક છે.

2 / 5
ઉમરાન વનડેમાં સૌથી ફાસ્ટ ભારતીય બોલર છે. તેણે ગુવાહાટી ખાતે મંગળવાર 10 જાન્યુઆરી 2023ના રોજ શ્રીલંકા સામે 156 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી.

3 / 5
ઉમરાન ટી20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી ઝડપી બોલર પણ છે. તેણે 3 જાન્યુઆરી, 2023ના રોજ શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં 155 કિમીની ઝડપે બોલ ફેંક્યો અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાની વિકેટ લીધી.

4 / 5
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પણ સૌથી ઝડપી ભારતીય બોલરનો રેકોર્ડ ઉમરાનના નામે છે. ઉમરાન આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે. તેણે IPL-2022માં દિલ્હી કેપિટલ્સ સામે 157 kmphની ઝડપે બોલ ફેંક્યો હતો.

5 / 5
 ઉમરાન જે પ્રકારનો બોલર છે તે જોઈને લાગે છે કે તે આ આંકડાઓને પણ પાછળ છોડી શકે છે. તે પોતાની સ્પીડથી બેટ્સમેનોને ડરનું નામ બનવાની શક્તિ ધરાવે છે.

Next Photo Gallery