IND vs NZ: ટીમ ઈન્ડિયા મહાકાલેશ્વરના દર્શને પહોંચી, ઋષભ પંત માટે કરી પ્રાર્થના

|

Jan 23, 2023 | 9:30 AM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મંગળવારે ઈન્દોરમાં વનડે સિરીઝની અંતિમ વનડે મેચ રમાનારી છે, આ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ઉજ્જૈનના મહાકાલેશ્વરના દર્શન કર્યા હતા.

1 / 5
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હાલમાં 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની અંતિમ વનડે મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં મંગળવારે રમાનારી છે. આ માટે ટીમ ઈન્ડિયા ઈન્દોર પહોંચી ચુકી છે. ઈન્દોરમાં રોકાયેલ ટીમ ઈન્ડિયાએ ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પહોંચીને દર્શન કર્યા હતા. (ANI)

2 / 5
ભારતીય ટીમના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ આ ખેલાડીઓમાં સામેલ હોવાની તસ્વીરો સામે આવી હતી. સોમવારે વહેલી સવારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દર્શન કરવા માટે મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યા હતા. ખેલાડીઓ સાથે કોચિંગ સ્ટાફના કેટલાક સભ્યો પણ દર્શને પહોંચ્યા હતા. (ANI)

3 / 5
ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓએ સોમવારે સવારે બાબા મહાકાલની દિવ્ય અલૌકિક ભસ્મ આરતીનો લાભ લીધો હતો. મહાકાલેશ્વર મંદિરના શિવલીંગના દર્શન કરીને પૂજા અર્ચના કરી અભિષેક કર્યો હતો. (ANI)

4 / 5
સ્ટાર ખેલાડીઓ અને ટીમના સપોર્ટીંગ સ્ટાફે વિધીવિધાન સાથે પૂજા અર્ચના કરીને બાબા મહાકાલના આશિર્વાદ લીધા હતા. ખેલાડીઓએ મંદિરમાં ભક્તિમાં લીન થઈને ઓમ નમઃ શિવાયના જાપ જપ્યા હતા. સૂર્યકુમાર યાદવે સાંસદ અનિલ ફિરોઝીયા પાસેથી અલૌકિક શ્રૃંગાર અંગે જાણકારી હાંસલ કરી હતી. સ્ટાર ખેલાડીઓ અને ટીમના સપોર્ટીંગ સ્ટાફે વિધીવિધાન સાથે પૂજા અર્ચના કરીને બાબા મહાકાલના આશિર્વાદ લીધા હતા. ખેલાડીઓએ મંદિરમાં ભક્તિમાં લીન થઈને ઓમ નમઃ શિવાયના જાપ જપ્યા હતા. સૂર્યકુમાર યાદવે સાંસદ અનિલ ફિરોઝીયા પાસેથી અલૌકિક શ્રૃંગાર અંગે જાણકારી હાંસલ કરી હતી. (ANI)

5 / 5
મીડિયા સાથે વાત કરતા આગળ સૂર્યકુમારે કહ્યુ હતુ કે, બાબા મહાકાલ પાસે ઋષભ પંત માટે પ્રાર્થના કરી છે. તેણે કહ્યુ 'મેં ઘણી વસ્તુઓ માંગી છે, અને બાબા મહાકાલને પણ કહ્યું છે કે મારા પ્રિય મિત્ર અને ક્રિકેટર ઋષભ પંત જલ્દી સ્વસ્થ થઈ જાય. અને અમે સખત મહેનત અને સમર્પણ સાથે દેશને ગૌરવ અપાવીએ.'

Published On - 9:14 am, Mon, 23 January 23

Next Photo Gallery