
ટી20માં પ્રથમ બોલ પર વિકેટ ઝડપવાનું કામ સૌથી પ્રથમ વખત ભારત તરફથી ભૂવનેશ્વર કુમારે કર્યુ હતુ. તેણે ગત વર્ષે આ ઉપલબ્ધિ હાંસિલ કરી હતી. ભૂવીએ આ ઉપલબ્ધિ એક નહી પણ ત્રણ વખત હાંસિલ કરી છે. ગત વર્ષે સ્વિંગ માસ્ટરએ શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે સામે ઇનિંગના પ્રથમ બોલ પર વિકેટ ઝડપી હતી.

હાર્દિક આ સિવાય ટી20માં અશ્વિનને પણ પાછળ છોડી દીધો છે. હાર્દિક પંડ્યા ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજો બોલર બની ગયો છે. હાર્દિકએ ટી20માં કુલ 73 વિકેટ લીધી છે, જ્યારે અશ્નિનના નામે 72 વિકેટ છે. વેસ્ટ ઇન્ડીઝ સામે પંડ્યાઓ ત્રણ વિકેટ ઝડપી હતી.

વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ મેચની ટી20 શ્રેણીમાં ભારત 0-2 થી પાછળ ચાલી રહ્યુ છે. બીજી ટી20માં ભારતીય ટીમે મેજબાન ટીમને 153 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝના નિકોલસ પૂરને તોફાની બેટિંગ કરી ટીમને 2 વિકેટથી જીત અપાવવામાં મદદ કરી હતી.

ભારતીય ટીમની બેટિંગની વાત કરીએ તો ટોપ ઓર્ડરના ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. શુભમન ગિલથી લઇને સૂર્યકુમાર યાદવ રન કરવામાં નિષ્ફળ રહ્યા છે. ગત મેચમાં ડેબ્યૂ કરનાર તિલક વર્મા ફરી એક વખત તેનો જાદુ બતાવવામાં સફળ રહ્યો હતો. તિલકે પ્રથમ ફિફટી પણ ફટકારી.