IND vs SL: કુલદીપ યાદવ ટીમ ઈન્ડિયામાં નંબર 1, ચહલ અને બુમરાહ પાછળ રહી ગયા

|

Jan 13, 2023 | 7:32 AM

India Vs Sri Lanka: કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં શ્રીલંકા સામે વનડે મેચમાં કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. તેના આ કમાલ થકી પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયો હતો.

1 / 5
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વનડે સિરીઝની બીજી મેચ રમાઈ હતી. ભારતીય ટોપ ઓર્ડરના ફરી એકવાર નબળા પ્રદર્શન છતાં ટીમ ઈન્ડિયાએ કેએલ રાહુલની અણનમ અડધી સદીની મદદથી જીત મેળવી હતી. ભારતે 4 વિકેટે શ્રીલંકાને હાર આપીને 2-0થી સિરીઝને પોતાને નામ કરી લીધી હતી. તિરુવનંતપુરમમાં હવે રવિવારે અંતિમ મેચ રમાશે.

2 / 5
ગુરુવારે કોલકાતામાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જેમાં ખાસ કરીને કુલદીપ યાદવે પ્રભાવિત કરનારી બોલિંગ કરી હતી. તેણે આ મેચમાં 10 ઓવર કરીને 51 રન ગુમાવ્યા હતા. આ દરમિયાન 3 શિકાર ઝડપ્યા હતા. કુલદીપે પોતાની બોલિંગ દરમિયાન કુશલ મેન્ડિસ, અસલંકા અને શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાની વિકેટ ઝડપી હતી. બોલિંગ પ્રદર્શનને લઈ તેને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો  હતો.

3 / 5
ઈડન ગાર્ડન્સમાં ત્રણ વિકેટ ઝડપતા જ તેણે એક ખાસ સિદ્ધી મેળવી છે. કુલદીપ હવે ટીમ ઈન્ડિયાનો નંબર વન બોલર બની ચૂક્યો છે. ડેબ્યૂ કરવાથી લઈ અત્યાર સુધીમાં સૌથી વધારે વનડે વિકેટ ઝડપનારો ભારતીય બોલર તરીકે કુલદીપ નોંધાયો છે.

4 / 5
વેસ્ટ ઈન્ડિઝ સામે 23 જૂન, 2017માં કુલદીપ યાદવે ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારથી લઈ અત્યાર સુધીમાં તે 73 વનડે મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન કુલદીપે 122 વિકેટ ઝડપી છે. તે આ સમયગાળા દરમિયાન સૌથી વધારે વિકેટ ઝડપનારો ભારતીય બોલર છે. આ લિસ્ટમાં યુઝવેન્દ્ર ચહલ બીજા સ્થાને છે. તેણે 113 વિકેટ ઝડપી છે. જ્યારે ત્રીજા સ્થાને જસપ્રીત બુમરાહ 99 વિકેટ ધરાવે છે.

5 / 5
કુલદીપ ઈજાને લઈ કેટલોક સમયથી તે બહાર હતો. જોકે ગુરુવારે કોલકાતામાં મેચ બાદ કુલદીપે કહ્યુ હતુ કે, તેના માટે આ વાપસી ખૂબ મહત્વની હતી. તેને હવે ડ્રોપ થવાનો ડર નથી. જ્યારે ટીમ તેને મોકો આપશે તે મેદાન પર પોતાના 100 ટકા આપશે.

Published On - 11:06 pm, Thu, 12 January 23

Next Photo Gallery