IND vs SA: સિક્સર કિંગ સૂર્યકુમાર યાદવે વરસાવી દીધા વિક્રમ, રોહિત શર્માથી લઈ રિઝવાન સુધીના પાછળ છૂટ્યા

|

Sep 29, 2022 | 8:25 AM

સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ T20માં પણ અડધી સદી ફટકારી હતી અને મુશ્કેલ પીચમાં ટીમ ઈન્ડિયા (Team India) ને જીત અપાવવાની સાથે રેકોર્ડ પણ બનાવ્યો હતો.

1 / 5
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું જબરદસ્ત પ્રદર્શન જારી છે. ઓસ્ટ્રેલિયા સામે સારી ઇનિંગ્સ રમ્યા બાદ સૂર્યાએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં મેચ વિનિંગ અડધી સદી ફટકારી હતી. પોતાની ઇનિંગ દરમિયાન સૂર્યાએ કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા હતા.

2 / 5
તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં સૂર્યકુમાર યાદવે માત્ર 33 બોલમાં 50 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં 5 ફોર અને 3 સિક્સ સામેલ હતી.

3 / 5
આ ઇનિંગ સાથે, સૂર્યકુમાર યાદવ એક વર્ષમાં સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો. સૂર્યાએ આ વર્ષે 21 ઇનિંગ્સમાં 732 રન બનાવ્યા છે, જે 2018માં શિખર ધવનના 689 રન કરતાં વધુ છે.

4 / 5
એટલું જ નહીં, સૂર્યકુમાર યાદવ એક વર્ષમાં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. અત્યાર સુધી સૂર્યાએ 45 છગ્ગા ફટકારીને 2021નો મોહમ્મદ રિઝવાન (42)નો રેકોર્ડ તોડ્યો છે.

5 / 5
આ સિવાય એક વર્ષમાં ભારતની જીતમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં સૂર્યકુમાર ત્રીજા નંબરે આવી ગયો છે. તેના નામે 511 રન છે. રોહિત શર્મા (578 રન - 2018) અને વિરાટ કોહલી (513 રન, 2016) તેનાથી આગળ છે.

Next Photo Gallery