IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધારે ટેસ્ટ રન બનાવનાર ભારતીય, વિરાટ કોહલીની પાસે લાંબી છલાંગ લગાવવાનો મોકો

|

Dec 22, 2021 | 6:50 AM

દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં ચોથા નંબર પર છે.

1 / 6
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ (India Vs South Africa Test) સિરીઝ શરૂ થતાં જ ક્રિકેટ ચાહકોની નજર વિરાટ કોહલી (Virat Kohli) પર ટકેલી હશે. આ પ્રવાસમાં દરેકને વિરાટ કોહલી પાસેથી સદીની આશા તો હશે જ, સાથે જ ઘણા રેકોર્ડ તોડતા જોવાની ઈચ્છા પણ હશે. આવો જ એક રેકોર્ડ દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ભારતીય હોવાનો છે.

2 / 6
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી હાલમાં ચોથા નંબર પર છે. પરંતુ, આ પ્રવાસમાં તેને રનની આ રેસમાં લાંબી છલાંગ લગાવવાની તક મળશે. જો વિરાટ પ્રથમ સ્થાન પર નહિં, તો ઓછામાં ઓછું તે ચોક્કસપણે બીજા નંબર પર પહોંચી શકે છે.

3 / 6
સચિન તેંડુલકર હાલમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો ભારતીય રેકોર્ડ ધરાવે છે. તેણે 42.4ની એવરેજથી 1741 રન બનાવ્યા છે.

4 / 6
50.2ની એવરેજથી 1306 રન બનાવનાર વિરેન્દ્ર સેહવાગ દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ભારતીયોની યાદીમાં બીજા સ્થાને છે. સેહવાગે સાઉથ આફ્રિકામાં ડેબ્યૂ કરતી વખતે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી.

5 / 6
રાહુલ દ્રવિડ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજા ક્રમે છે. દ્રવિડે પ્રોટીઝ ટીમ સામે 33.8ની એવરેજથી 1252 ટેસ્ટ રન બનાવ્યા છે.

6 / 6
દક્ષિણ આફ્રિકા સામે 59.7ની એવરેજથી 1075 ટેસ્ટ રન બનાવ્યા બાદ વિરાટ કોહલી આ યાદીમાં ચોથા નંબર પર છે. પરંતુ, વર્તમાન શ્રેણીમાં સારું પ્રદર્શન તેને ઓછામાં ઓછું દ્રવિડ અને સેહવાગ કરતાં આગળ લઈ જઈ શકે છે. જો વિરાટે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 300 પ્લસ રન બનાવ્યા તો દ્રવિડ અને સેહવાગ પાછળ રહી જશે તેમજ સચિન પછી તે દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં આટલા રન બનાવનાર બીજા ભારતીય હશે.

Next Photo Gallery