IND vs SA: ટીમ ઈન્ડિયા શ્રેણી ડ્રો રહ્યા બાદ પણ ‘નંબર 1’ રહી, ઈશાન કિશન થી લઈ હર્ષલ પટેલ રહ્યા સિરીઝનુ આકર્ષણ

|

Jun 20, 2022 | 9:40 AM

આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, પરંતુ ત્યારબાદ શાનદાર વાપસી કરી હતી. શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના મામલામાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો, જે T20 વર્લ્ડ કપ પહેલા ભારત માટે સારા સમાચાર છે.

1 / 5
ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમોને પાંચ T20 મેચોની શ્રેણી 2-2થી સંયુક્ત રાખવાની ફરજ પડી હતી. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, પરંતુ ત્યારબાદ શાનદાર વાપસી કરી હતી. શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના મામલામાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો, જે T20 વર્લ્ડ કપ પહેલા ભારત માટે સારા સમાચાર છે.

2 / 5
ભારતના ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશને સિરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. ઈશાન અહીં સારી લયમાં જોવા મળ્યો હતો. તેણે પાંચ મેચમાં 41.20ની એવરેજથી 206 છ રન બનાવ્યા. આ દરમિયાન તેણે બે અડધી સદી પણ ફટકારી હતી.

3 / 5
હાર્દિક પંડ્યાએ પાંચ મેચમાં ચાર ઈનીંગમાં 117 રન નોંધાવ્યા હતા. તે સિરીઝમાં ત્રીજો સૌથી વધુ રન નોંધાવારો બેટ્સમેન હતો. તેની આ દરમિયાન 153.95 ની સ્ટ્રાઈક રેટ હતી. આ દરમિયાન છ છગ્ગા પણ તેણે ફટકાર્યા હતા.

4 / 5
બોલીંગમાં પણ સૌથી વધુ વિકેટ ઝડપવામાં પણ ભારતીય બોલર અવ્વલ રહ્યા છે. હર્ષલ પટેલે સિરીઝમાં સૌથી વધુ 7 વિકેટ ઝડપી હતી. તેણે 5 મેચમાં 12.1 ઓવર કરીને 12.57 ની સરેરાશ થી આ કામ પાર પાડ્યુ હતુ. તેણે 88 રન ગુમાવ્યા હતા. બીજા અને ત્રીજા સ્થાન પર પણ વિકેટની બાબતમાં ભારતીય બોલરો રહ્યા છે. ભૂવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલે 6-6 વિકેટ ઝડપી હતી.

5 / 5
ડ્વેન પ્રિટોરિયસે સિરીઝમાં 53 રન નોંધાવ્યા હતા તેનો સ્ટ્રાઈક રેટ 132. 50નો રહ્યો હતો. તેણે 5 છગ્ગા સિરીઝમાં ફટકાર્યા હતા. તેમજ બોલીંગમાં પણ તેણે 5 વિકેટ ઝડપી હતી. આમ તેણે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો.

Published On - 9:39 am, Mon, 20 June 22

Next Photo Gallery