
સેન્ચુરિયનમાં વરસાદની આગાહીનો એક અર્થ એ પણ છે કે પ્રથમ ટેસ્ટમાં બેટિંગ કરવી બિલકુલ સરળ નહીં હોય. આકાશમાં વાદળો હોય અને હવામાં ભેજ હોય તો ફાસ્ટ બોલરોના બોલ હવામાં ફફડે છે. મતલબ કે હવે સેન્ચુરિયનમાં ભારતીય ફાસ્ટ બોલરો મેચ જીતવા માટે વધુ જવાબદાર રહેશે. બીજી તરફ વિરાટ, પૂજારા અને રહાણે જેવા બેટ્સમેનોએ પણ સાવચેતીપૂર્વક બેટિંગ કરવી પડશે.

જો કે, ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝની શરૂઆત પહેલા વધુ એક ખરાબ સમાચાર મળ્યા છે. બંને ટીમો વચ્ચેની ટેસ્ટ અને વનડે સિરીઝ ખાલી સ્ટેડિયમમાં જ રમાશે. દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) ને કારણે આ નિર્ણય લીધો છે.

વિરાટ કોહલી હવે માત્ર લાલ બોલની ટીમનો કેપ્ટન છે અને તેણે હવે ટેસ્ટ ટીમમાં પોતાની આગેવાની કૌશલ્ય સતત દર્શાવવુ પડશે. સાથે તેના શતકનો ઇંતઝાર પણ વર્તાઇ રહ્યો છે.