
હોટેલ એસોસિએશનનું કહેવું છે કે પ્રેસિડેન્ટ સ્યૂટનું બુકિંગ લગભગ એક લાખ રૂપિયાથી લઈને અઢી લાખ રૂપિયા સુધી થઈ રહ્યું છે. જ્યારે ટિકિટનું વેચાણ શરૂ થશે, ત્યારે અમદાવાદના 100 કિલોમીટરના વિસ્તારમાં પણ હોટલ ઉપલબ્ધ રહેશે નહીં. સ્થિતિ એવી થશે કે તમામ નાની-મોટી હોટેલો, ફ્લેટ પણ બુક થઈ જશે. હોટલ અને ફ્લાઇટ ટિકિટમાં પણ 13 થી 15 ઓક્ટોબર વચ્ચે 5 ગણો વધારો જોવા મળશે.

તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023ની ટિકિટોનું વેચાણ 25 ઓગસ્ટથી શરૂ થશે. ટિકિટ 3 જુદા જુદા તબક્કામાં ઉપલબ્ધ થશે. અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 3 સપ્ટેમ્બરે ઉપલબ્ધ થશે.