
ન્યુઝીલેન્ડે અંતિમ વાર ભારત સામે 2021માં ભારત સામે ટી20 સિરીઝ રમી હતી. જેમાં પણ ન્યુઝીલેન્ડની ટીમે ભારત પ્રવાસ દરમિયાન હારનો સામનો કર્યો હતો. ભારતીય ટીમે પ્રવાસી કિવી ટીમનુ 3-0 થી ક્લીન સ્વીપ કરી દીધુ હતુ.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટક્કર રાંચીમાં બીજી વાર થવા જઈ રહી છે. આ પહેલા બંને ટીમો વચ્ચે થયેલી ટક્કરમાં ભારતે 7 વિકેટથી મેચ જીતી લીધી હતી. આમ તમામ રીતે ભારતનો હાથ ન્યુઝીલેન્ડ સામે ટી20 ક્રિકેટમાં ઉપર છે. આમ છતાં કિવી ટીમને હાલમાં હળવાશમાં લેવાય એમ નથી.
Published On - 9:30 am, Fri, 27 January 23