
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની બીજી મેચમાં ભારતને જાપાન સામે ડ્રો રમવી પડી હતી. મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ જીતીને ભારત પોતાનું વિજય અભિયાન ચાલુ રાખવા માંગતુ હતુ, પરંતુ જાપાનની ટીમને કારણે તેની આશા પર પાણી ફરી વળ્યું.

પ્રથમ મેચમાં ચીનને 7-2ના મોટા માર્જિનથી હરાવનારી ભારતીય ટીમ મેચમાં 0-1થી પાછળ હતી, ત્રીજા ક્વાર્ટરમાં કેપ્ટન હરમનપ્રીતે ગોલ કર્યો હતો.પૂર્ણ સમય બાદ સ્કોર 1-1થી સમાપ્ત થયો હતો.

બીજા ક્વાર્ટરમાં ગોલ ખાદ્યા પછી, ભારતે ત્રીજા ક્વાર્ટરમાં જોરદાર વાપસી કરીને હરમનપ્રીત સિંહના પેનલ્ટી કોર્નર દ્વારા બરાબરી કરી, પરંતુ જાપાને ભારતના તમામ શોટને અટકાવવા માટે જોરદાર બચાવ કર્યો અને મેચ 1-1થી સમાપ્ત થઈ. રોમાંચક સ્કોર સાથે સમાપ્ત થઈ. ભારતે ઓછામાં ઓછા 15 પેનલ્ટી કોર્નર મેળવ્યા પરંતુ માત્ર એક જ ગોલમાં કન્વર્ટ થયો, જ્યારે જાપાને મેળવેલા બેમાંથી માત્ર એકને ગોલમાં કન્વર્ટ કર્યો.

ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડ બાદ મલેશિયા પોઈન્ટ ટેબલમાં છ પોઈન્ટ સાથે ટોચ પર છે.

ભારત ચાર પોઈન્ટ સાથે બીજા ક્રમે છે અને ગોલ તફાવતને કારણે કોરિયા (4 પોઈન્ટ)થી આગળ છે. ભારત હવે રવિવારે ટેબલ ટોપર મલેશિયા સામે ટકરાશે.
Published On - 7:54 am, Sat, 5 August 23