IND VS ENG: ઋષભ પંતે તોડ્યો મોટો રેકોર્ડ, ભારતીય ટેસ્ટ ઈતિહાસના 90 વર્ષમાં પહેલીવાર થયું આ કારનામું

પંતે અત્યાર સુધી એજબેસ્ટન ટેસ્ટમાં બંને ઈનિંગ્સને જોડીને 203 રન બનાવ્યા છે. તેણે પ્રથમ દાવમાં 146 રન બનાવ્યા હતા. આ પહેલા ઈંગ્લેન્ડમાં ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના વિકેટ કીપર બેટ્સમેન ક્લાઈડ વોલકોટના નામે હતો. વોલકોટે 1950માં ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં 182 રન બનાવ્યા હતા.

| Edited By: | Updated on: Jul 04, 2022 | 6:47 PM
4 / 5
પંતે એજબેસ્ટન ટેસ્ટની બીજી ઈનિગ્સમાં 76 બોલમાં અડધી સદી ફટકારી હતી, બીજી ઈનિગ્સમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરે શાનદાર બોલિંગ કરી હતી તેમ છતાં પંતે 7 ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી.જોકે પંત એજબેસ્ટન ટેસ્ટની બીજી ઇનિંગમાં 57 રન બનાવીને આઉટ થયો હતો. (PC-PTI)

5 / 5
પંતે બીજી ઇનિંગ્સમાં રિવર્સ સ્વીપ રમતા પોતાની વિકેટ ગુમાવી હતી. તેણે જેક લીચના બોલ પર રિવર્સ સ્વીપ લગાવ્યો અને બોલ તેના ગ્લોવ્ઝ પર વાગ્યો અને સ્લિપમાં ઉભેલા જો રૂટના હાથમાં આવી ગયો. (PC-PTI)