Team India ના ફેન્સ માટે સારા સમાચાર, કેએલ રાહુલ જલદીથી પરત ફરશે!

|

Jun 30, 2022 | 7:49 AM

ટીમ ઈન્ડિયાના ટેસ્ટ વાઇસ કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) થોડા દિવસ પહેલા જ સર્જરી માટે જર્મની જવા રવાના થયો હતો. તેની સાથે તેની ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટી (Athiya Shetty) પણ જોવા મળી હતી. રાહુલે હવે તેની સર્જરી વિશે સોશિયલ મીડિયા પર એક મોટું અપડેટ આપ્યું છે

1 / 5
ટીમ ઈન્ડિયાના ટેસ્ટ વાઇસ કેપ્ટન કેએલ રાહુલ થોડા દિવસ પહેલા જ સર્જરી માટે જર્મની જવા રવાના થયો હતો. તેની સાથે તેની ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટી પણ જોવા મળી હતી. રાહુલે હવે તેની સર્જરી વિશે સોશિયલ મીડિયા પર એક મોટું અપડેટ આપ્યું છે, જે ચોક્કસપણે ભારતીય ચાહકોને ખુશ કરશે.

2 / 5
કેએલ રાહુલે તેની હસતી તસવીર શેર કરી અને લખ્યું, 'તમામને નમસ્કાર. છેલ્લાં કેટલાંક અઠવાડિયાં મારા માટે કઠિન રહ્યાં હતાં પરંતુ મારી સર્જરી સફળ રહી છે. હું સ્વસ્થ થઈ રહ્યો છું મારી પાછા ફરવાની યાત્રા શરૂ થઈ ગઈ છે. તમારા સંદેશ અને પ્રાર્થના બદલ આભાર.

3 / 5
તેના મિત્ર અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા ઉપરાંત સૂર્યકુમાર યાદવ, રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ અને અથિયા શેટ્ટીના ભાઈ અહાન શેટ્ટીએ રાહુલની આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે અને તેના વહેલા વાપસી માટે શુભેચ્છા પાઠવી છે. રાહુલ હજુ થોડો સમય જર્મનીમાં રહેવાના છે.

4 / 5
છેલ્લા આઠ મહિનામાં રાહુલ ઈજાના કારણે પાંચ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તે સાઉથ આફ્રિકા સામેની ટી-20 સીરીઝમાં ટીમની કેપ્ટનશીપ કરવાનો હતો પરંતુ તેના બહાર થયા બાદ ઋષભ પંતને કેપ્ટનશીપ મળી. રાહુલ પણ ઈંગ્લેન્ડ પ્રવાસ પર આવવાનો હતો પરંતુ તેમ થઈ શક્યું નહીં.

5 / 5
કેએલ રાહુલ એક મહિના પછી જ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકશે. તે ભારતના આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ હોઈ શકે છે. ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 3 વનડે અને 5 ટી-20 સીરીઝ રમવાની છે.

Next Photo Gallery