
ગુવાહાટીમાં હાર છતાં રાયપુરમાં મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયા જ ફેવરિટ છે, જેનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્ટાર ખેલાડીઓની કમી છે. અંતિમ મેચમાં સેન્ચુરી ફટકારનાર ગ્લેન મેક્સવેલ સહિત અનેક મોટા ખેલાડીઓ ચોથી મેચમાં નહીં રમે એ પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યું છે એવામાં ઓસ્ટ્રેલિયા ભારત સામે હારશે એવું માનવામાં આવી રહ્યું છે.

મેચના એક દિવસ પહેલા LIVE Betting રેટ દર્શાવતી વેબસાઈટ પર ટીમ ઈન્ડિયાનો રેટ 1.57 જ્યારે ઓસ્ટ્રેલિયાનો રેટ 2.85 ચાલી રહ્યો છે. સટ્ટા બજારમાં ભારતીય ટીમનો રેટ ઓસ્ટ્રેલિયન ટીમ કરતાં ઓછો છે, જેનો મતલબ એ થયો કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે ફેવરિટ છે.