ઋતુરાજ ગાયકવાડે તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ, ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20માં 123 સાથે રહ્યો અણનમ
ભારત ઓસ્ટ્રેલિયા T20 પહેલી બે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે શાનદાર જીત હાંસલ કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા ત્રીજી મેચમાં પણ ધૂમ મચાવી રહી છે. આજે ગુવાહાટી ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ લીધી હતી. જોકે ત્રીજી મેચમાં પણ બેટિંગમાં ભારતની ટીમે સારું પ્રદર્શન આપ્યું ત્યારે ઋતુરાજ ગાયકવાડે આ ત્રીજી મેચમાં સેન્ચુરી લગાવી છે. જેમાં T20 મેચમાં વિરાટ કોહલીનો 122 રન નોટ આઉટ નો રેકોર્ડ ઋતુરાજ ગાયકવાડે તોડ્યો છે.
ઋતુરાજ ગાયકવાડ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી T20 મેચમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું.
5 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી મેચની વાત કરવામાં આવે તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચમાં ઋતુરાજ ગાયકવાડ 0 રન પર આઉટ થયો હતો. જોકે આ બાદની બંને મેચમાં તેનું સારું પ્રદર્શન રહ્યું હતું.