
અત્યાર સુધીમાં અશ્વિને 89 મેચ રમી છે જેમાં આ તેના માટે 31મો મોકો હતો કે જ્યારે અશ્વિને એક જ ઈનીંગમાં પાંચ કે તેથી વધારે વિકેટ ઝડપી હતી. અશ્વિન સૌથી વધારે વખત પાંચ વિકેટ હોલ ઝડપવાની યાદીમાં 7માં સ્થાને છે.

અશ્વિને બીજી ઈનીંગમાં પાંચ વિકેટ ઝડપી હતી જેમાં તેણે શિકાર કરેલા બેટ્સમેનોમાંથી ચાર ડાબોડી હતા. અશ્વિને અત્યાર સુધીમાં સૌખી વધારે 230 લેફ્ટ હેન્ડ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે.