વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સિરીઝમાં નહીં રમે Mohammed Siraj, જાણો અચાનક શું થયુ !
મોહમ્મદ સિરાજ ભારતના યુવા ટેલેન્ટેડ બોલર તરીકે ઊભરી આવ્યો છે. સિરાજે વનડે ક્રિકેટમાં ભારત માટે 24 મેચમાં 43 વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાજ વનડે વર્લ્ડકપ માટે ભારતીય ટીમનું મુખ્ય હથિયાર છે. પણ તેને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.
1 / 5
ભારતનો ઝડપી બોલર મોહમ્મદ સિરાજ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝમાં નહીં રમે. તે ભારત પરત ફરી રહ્યો છે.તેની પ્રથમ વનડે સિરીઝ માટે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ હવે તેને આ સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે. સિરાજના વનડે સિરીઝમાંથી બહાર હોવાના સમાચાર ચિંતાનો વિષય નથી. ટીમ મેનેજમેન્ટે તેમને આરામ આપવાના હેતુથી આ નિર્ણય લીધો છે.
2 / 5
અહેવાલ છે કે વનડે સિરીઝમાંથી આરામ આપ્યા બાદ સિરાજ હવે સીધો ભારત પરત ફરશે. તે તેના બાકીના ટેસ્ટ સાથી ખેલાડીઓ સાથે ભારત પરત ફરશે, જેમાં અશ્વિન, અજિંક્ય રહાણે, નવદીપ સૈની અને કેએસ ભરતના નામનો સમાવેશ થાય છે.
3 / 5
મોહમ્મદ સિરાજનું નામ ભારતની ODI ટીમમાં પણ હતું અને એવું માનવામાં આવતું હતું કે ક્રિકેટના આ ફોર્મેટમાં પણ તે વેસ્ટ ઈન્ડિઝમાં ભારતીય પેસ આક્રમણ સામે લીડિંગ કરતો જોવા મળશે. પરંતુ, તેને આરામ આપવાના ભારતીય ટીમ મેનેજમેન્ટના અચાનક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે.
4 / 5
ભારતની ODI વર્લ્ડ કપની તૈયારીઓ પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝ સાથે શરૂ થઈ રહી છે. સિરાજને આરામના નામે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટે તેમને આરામ આપવાના હેતુથી આ નિર્ણય લીધો છે.
5 / 5
પ્રથમ ટેસ્ટમાં 2 વિકેટ ઝડપી હતી. જ્યારે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં તેણે પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો, જે તેની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ હતો.
Published On - 12:54 pm, Thu, 27 July 23